શું આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો? જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ…

Published on: 9:49 am, Sat, 9 April 22

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું શરૂ થઇ ગયું હતું. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાય છે.

22 માર્ચ થી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 10.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 105.41 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યો છે.

દિલ્હીમાં ડીઝલનો ભાવ 96.67 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 120.51 રૂપિયા અને ડીઝલનો ભાવ 104.77 રૂપિયા ચાલી રહ્યો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 110.58 રૂપિયા અને ડીઝલનો ભાવ 100.94 રૂપિયા ચાલી રહ્યો છે.

કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 115.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 99.83 રૂપિયા ચાલી રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 105.02 રૂપિયા અને ડીઝલનો ભાવ 99.40 રૂપિયા ચાલી રહ્યો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 104.87 રૂપિયા અને ડીઝલનો ભાવ 99.27 રૂપિયા ચાલી રહ્યો છે.

વડોદરામાં પેટ્રોલનો ભાવ 104.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 98.92 રૂપિયા ચાલી રહ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 104.71 રૂપિયા અને ડીઝલનો ભાવ 99.12 રૂપિયા ચાલી રહ્યો છે.  દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગે ફેરફાર થાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓના ખર્ચા ખાતે પેટ્રોલ ડીઝલનો ભાવ ડબલ થઈ જાય છે. ઉપરાંત નથી અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ વધી રહ્યો છે. આ કારણોસર પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો? જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*