શું કેન્દ્રની મોદી સરકાર દેશ વ્યાપી લોકડાઉન લગાડવાની તૈયારી માં છે, સોશિયલ મીડિયા પર ઉછળી રહેલા આ સવાલનો જવાબ કેન્દ્ર સરકારના અધિકારીઓએ ના માં આપ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે દેશ વ્યાપી લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઇ પ્રકારની યોજના છે.
પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રતિબંધ વધુ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ કરફ્યુ અને લોકડાઉન જેવા પ્રતિબંધ લાગુ પાડ્યા છે.
હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ દેશના એવા જિલ્લામાં કડક લોકડાઉન લગાડવાની સલાહ આપી છે કે જ્યાં કોરોના પોઝિટિવિટી રેટ 15 કરતા વધારે હોય. સમગ્ર દેશભરમાં લોકડાઉન અંગે કેન્દ્ર સરકારનું માનવું છે.
કે તેનાથી મોટી સંખ્યામાં રોજગારી છીનવાઈ જશે તથા ખાસ કરીને પ્રવાસી મજૂરો પર મોટી અસર પડશે. આને કારણે કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન નો કોઈ વિચાર નથી.
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસ ની સંખ્યા સતત વધી રહી છે.
અને તેની સરખામણીએ કોવિડ 19 ના દર્દીઓનો સાજા થવાનો દર ઘટી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કેસો નોંધાયા છે અને 3689 લોકોના મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment