આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે, મધ્યપ્રદેશના અનુપપૂરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તરુણીની આંખમાંથી આંસુના બદલે પથ્થરો નીકળતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.
આ મામલે કોઈ બીમારી કારણ ભૂત છે કે અન્ય પરિબળ તે મામલે ડોક્ટર પણ વિચારતા થયા છે. આ અવિશ્વાસનીય ઘટના હાલ ભારે ચર્ચામાં આવી છે. બીજી બાજુ પરિવારજનો પણ ખૂબ ચિંતામાં મુકાયા છે, હાલ જિલ્લાની હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા આંખ વિભાગમાં તરુણીની સારવાર ચાલી રહી છે.
અનુપપૂરના નિમહા ગામની આ ઘટનાની વિગત એવી છે કે સરસ્વતી બાઈ નામની 15 વર્ષની યુવતીને અગાઉ આઈ ફ્લુ ની સમસ્યા હતી.જોકે ત્યારબાદ છોકરીની આંખમાંથી આસુની જગ્યાએ પથ્થરના નાના નાના ટુકડા નીકળવા લાગતા પરિવારજનો આચાર્યચકિત થઈ ગયા હતા.
आई फ्लू के बाद बच्ची की आंख से निकलने लगे पत्थर, जांच के बाद डॉक्टर भी हैरान
मध्य प्रदेश के अनूपपुर जिले में 15 साल की बच्ची की आंखों से पत्थर निकल रहे हैं। बताया जा रहा है कि बच्ची को आई फ्लू हुआ था उसका इलाज किया लेकिन अब उसकी आंखों में से पत्थर (पत्थर जैसा ठोस पदार्थ) निकल… pic.twitter.com/3TpkGCUQgg— Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) August 25, 2023
આજ સુધી ક્યારેય ન સાંભળ્યું હોય તેવા આ કિસ્સાને લઈને સંબંધીઓ મેલી વિદ્યા જવાબદાર હોવાનું માની રહ્યા છે. બીજી બાજુ તબીબ આલમ દ્વારા પણ હજુ સુધી આ મામલે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આંખ વિભાગના ડોક્ટરના જણાવ્યા અનુસાર પરિવારજનો જે પથ્થરો બતાવી રહ્યા છે તેનો આંખ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ આમ છતાં પણ બાળકીના લોહી અને અન્ય ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
તબીબોનું કહેવું છે કે અમુક સંજોગોમાં આંખમાંથી એલર્જી આવે છે અને આંખોમાં રહેલી ગંદકી નીકળવા લાગે છે. તે પણ પથ્થર જેવી જ દેખાતી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે, જોકે આ અંગે હજુ સ્પષ્ટ કારણ આવ્યું નથી. તે તપાસ ચાલી રહી છે પરંતુ હાલ આ મામલો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment