દિવાળીમાં પ્રેમથી ભેગા રહેવાની જગ્યાએ, અમદાવાદમાં નાના ભાઈએ જ મોટાભાઈનો જીવ લઈ લીધો, મોટાભાઈના મૃત્યુ બાદ કર્યું એવું કે… જાણો સમગ્ર ઘટના

Published on: 6:24 pm, Sat, 22 October 22

એક બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવાળીની તૈયારીઓ ધામધૂમતી ચાલી રહી છે અને બીજી બાજુ ગુજરાત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નાના ભાઈએ જ મોટાભાઈનો ધારદાર પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ ઘટનામાં નાના ભાઈ પોતાની ભાભીને પણ ઇજા પહોંચાડી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો અમદાવાદના કાલુપુરમાં પ્લાસ્ટિકની આઈટમ નો વેપાર કરતાં નરેશભાઈ હેમાણી અને તેમના પત્ની દીક્ષાબેન તથા તેમનો નાનો ભાઈ સુનિલ સાથે નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની કમલાસ સોસાયટીમાં રહેતા હતા.

છેલ્લા ઘણા સમયથી મિલકતને લઈને સુનીલ અને નરેશ વચ્ચે વિવાદો ચાલતા હતા. આ વિવાદોને લઈને ગઈકાલે સાંજ બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. બંને ભાઈઓ ઝઘડી પડ્યા હતા અને ઝઘડતા ઝઘડતા બંને ઘરની બહાર આવ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે બંને બથોબથ આવ્યા હતા. આ દરમિયાન ઘરના દરવાજા પાસે નાના ભાઈએ ધારદાર વસ્તુ વડે પોતાના મોટાભાઈ ઉપર 13 વખત પ્રહાર કર્યા હતા.

જ્યારે ભાભી વચ્ચે પડે છે ત્યારે ભાભી ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મોટાભાઈ નરેશભાઈ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે નરેશભાઈ ના પત્ની દિશાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં આરોપી સુનિલને પણ ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સુનિલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બંને ભાઈઓ જ્યારે ઘરમાં ઝઘડી રહ્યા હતા ત્યારે નાનુભાઈ મોટાભાઈ ને ઘરમાંથી ખેતીને બહાર લાવે છે અને બહાર આવીને ધારદાર વસ્તુ વડે મોટા ભાઈનો જીવ લઈ લે છે. દિવાળીમાં એકબીજા સાથે પ્રેમથી રહેવાની જગ્યાએ મોટાભાઈ જ નાના ભાઈનો જીવ લઈ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળીમાં પ્રેમથી ભેગા રહેવાની જગ્યાએ, અમદાવાદમાં નાના ભાઈએ જ મોટાભાઈનો જીવ લઈ લીધો, મોટાભાઈના મૃત્યુ બાદ કર્યું એવું કે… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*