હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ રડી પડશો. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો મધ્યપ્રદેશના જબલપુરમાં એક માતા તેના પાંચ વર્ષના બીમાર દીકરાને ખોળામાં લઈને હોસ્પિટલની બહાર બેઠી રહી હતી. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હતા.
બીમાર બાળકને સમયસર સારવાર ન મળતા બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલની બેદરકારીના કારણે આજે એક દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દીકરાને ખોળામાં લઈને બેઠેલી માતા વારંવાર કહે છે કે… દીકરા ઉઠ…દીકરા ઉઠ… પરંતુ દીકરાનું માતાના ખોળામાં જ મૃત્યુ થાય છે. માતા દીકરાને છાતીએ લગાવીને જોર જોરથી રડી રહી છે.
આ કાળજુ કંપાવી દેનારી ઘટના નો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા કેવી રીતે હોસ્પિટલની બહાર દીકરાને ખોળામાં રાખીને રડી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના જબલપુર બાગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છે. મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોનું કહેવું છે કે, દીકરાને ઝાડા ઉલટી હતી તેના કારણે તે બીમાર પડી ગયો હતો.
તેથી બુધવારના રોજ સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ અમે તેને હોસ્પિટલ લાવ્યા હતા. પરંતુ અહીં હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હતા. યોગ્ય સમયે બાળકને સારવાર ન મળતા તેનું મૃત્યુ થયું છે. બાળકના મૃત્યુ માટે પરિવારના લોકો હોસ્પિટલના મેનેજમેન્ટ ને જવાબદાર ઠહેરાવે છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકનું નામ ઋષિ હતું. પરિવારના લોકો બુધવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ ઋષિને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર લઈ આવ્યા હતા. પરિવારના લોકોને કહેવું છે કે અહીં હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવા માટે એક પણ ડોક્ટર ન હતો. હોસ્પિટલમાં માત્ર એક જ નર્સ ફરજ પર હાજર હતી.
સારવાર ન મળતા માતાના ખોળામાં જ માસુમ દીકરાનું મૃત્યુ…, માતા દીકરાને છાતીએ લગાવીને રડતી રડતી બોલી રહી હતી કે… જુઓ હૃદય દ્રાવક વિડિયો… pic.twitter.com/qzyEZmz0Wq
— GUJJU ROCKZ (@gujju_rockz) September 2, 2022
ધીમે ધીમે ઋષિની હાલત બગડવા લાગી હતી. જેના કારણે માતાના ખોળામાં જ ઋષિનું કરુણ મૃત્યુ થયું હતું. દીકરાનું મૃત્યુ થતાં જ માતા દીકરાને છાતીએ લગાવીને રડવા લાગી હતી. આ ઘટના બનતા જ હોસ્પિટલમાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ હૃદય ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment