અમદાવાદમાં બનેલી ઘટના સામે આવી છે. અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં સોનીયા સીરામીકની ચાલીના એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક ત્રણ વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘરમાં આગ લાગવાને કારણે મકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ ઘટના બનતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર પરિવારના મોભી સવારે દૂધ લેવા ગયા હતા.
ત્યારે અચાનક જ ઘરમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ત્રણ વર્ષના જયવીરસિંહ મકવાણા નામનો બાળક આગની ઝપેટમાં આવી ગયો હતો.
જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ઘરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો સ્થાનિક લોકોએ મળીને ઘરમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી.
આ સમગ્ર ઘટનાને લઇને ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ગેસનો બાટલો ફાટવાથી એક ઘરમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. પરંતુ ધરમાં રાખેલા ગેસના બંને બાટલોઓ સહી સલામત હતા. આ ઘટનામાં બાળકના પિતા સુરેશભાઇ અને માતા વિકાસ વિકાસ જયાબેનનો બચાવ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment