વડોદરાના હરણી તળાવમાં પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓની બોટ પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 માસુમ બાળકો અને બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પિકનિકમાં બાળકો સાથે ગયેલ એક મહિલા શિક્ષકે આખી ઘટના નજરે જોઈ છે અને મહિલા શિક્ષકે આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે, અમે સનરાઈઝ સ્કૂલમાંથી પિકનિક પર આવ્યા હતા. અમે ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને બોટમાં લઈને આ કાંઠે આવી ગયા હતા.
પછી બોર્ડવાળા અંગ્રેજી મીડીયમના બાળકોને લેવા માટે ગયા હતા અને તેમને લઈને આવતા હતા ત્યારે અધ વચ્ચે બોટ ઊંધી વળી ગઈ હતી. મહિલા શિક્ષકે જણાવ્યું કે બોટમાં લગભગ 30 જેટલા બાળકો બેઠા હતા. અમે કુલ 82 જેટલા લોકો શાળાએથી પિકનિક માટે નીકળ્યા હતા.
જેમાંથી 50 જેટલા બાળકોને લઈને અમે આ કાંઠે આવી ગયા હતા અને બાકીના બોટમાં બેઠા હતા. ત્યારે અચાનક જ બોટ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં તો આ ઘટનાને લઈને કાર્યવાહી ચાલુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઘટનાને લઈને 18 લોકો સામે ગુનો પણ નોંધાયો છે. માત્ર થોડા રૂપિયા કમાવાની લાલચમાં આજે 15 માસુમ બાળક અને બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આજથી ઘણા સમય પહેલા સુરતમાં બનેલી તક્ષશિલા ઘટના, પછી મોરબીમાં બનેલી ઝુલતા પુલની ઘટના અને હવે વડોદરામાં હરણી તળાવમાં બનેલી આ ઘટના ગુજરાત માટે કાળો દિવસ બની ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment