દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમામ લોકો ભગવાન શ્રીરામ માટે પોતાના ભક્તિભાવ પ્રમાણે ભેટ મોકલી રહ્યા છે ત્યારે ખરેખર 500 વર્ષ બાદ આ દિવ્ય ઘડી થવાની છે તે સુવર્ણ દિવસની તમામ ભારતીયો રાહ જોઈ રહ્યા છે.
આપને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત તરફથી તો અત્યાર સુધીમાં મોટી અગરબત્તી વિશાળ દીવો ધ્વજ દંડ અને નગારુ મોકલવામાં આવ્યું છે અને આ સિવાય અજય બાણ અને ભગવાન રામ માટે ડાયમંડ નો હાર અને માતા સીતાજી માટે સાડી બનાવવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ પણ એક અનોખી ભેટ તૈયાર કરી રહ્યા છે.
તમને જાણીને ગર્વ થશે કે રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભારતનો સૌથી મોટો હાર અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે અને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજકોટની શ્રી માતૃ મંદિર કોલેજના સમાજ કાર્યના વિદ્યાર્થીઓએ એક અનોખી ઉપહાર આપવાનું નક્કી કર્યું છે અને તેઓએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર માટે 350 ફૂટ લાંબો એલચી અને લવિંગનો હાર બનાવી રહ્યા છે
અને આ હાર ભારતનો સૌથી મોટો હાર છે.આ સુંદર મજાનો હાર બનાવવામાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ સહયોગ કરી રહ્યા છે અને હાલ બનાવવા માટે લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ સતત કામ કરી રહ્યા છે અને નવાઈની વાત દોસ્તો એ છે કે આ કાર્યમાં એક દિવ્યાંગ દીકરી પણ ભાગ લઈ રહી છે અને ખરેખર આ લોકોને સલામ છે કારણ કે ભણવાની સાથે સાથે ભક્તિમાં પણ
તેઓ ઊમદુ કાર્ય કરી રહ્યા છે.આહાર નો વજન અંદાજે મિત્રો 200 કિલો ઉપરનો હશે અને વિદ્યાર્થીઓ દિવસ રાહ જોયા વગર માત્ર સાત દિવસમાં આખો હાર પૂર્ણ કરી દીધો છે અને કોલેજના આચાર્યશ્રી આર.કે પટેલ સાહેબ અને દ્રષ્ટિ મંડળે વિદ્યાર્થીને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને જરૂરિયાત પ્રમાણે તમામ વસ્તુઓ પણ પૂર્ણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment