સુરતવાસીઓ માટે ખુશીના સમાચાર, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સુરત થી બીલીમોરા વચ્ચે આ તારીખે થવા જઈ રહી છે શરૂ

Published on: 10:53 am, Thu, 28 October 21

દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 માં મળશે અને તેના માટે ગ્રુપ ની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને પ્રગતિ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય રેલવેમંત્રી સુરતની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વિશે મહત્વ નું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે.સુરત થી બીલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે.

હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે. દર મહિને બુલેટ ટ્રેનના 50 પિલર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ મામલે પણ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે આજ દિવસ સુધી આપણે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. આપણા એન્જિનિયર વીદેશી કંપનીઓમાં કામ કરે છે પરંતુ હવે 4G અને 5G ટેકનોલોજી દેશમાં જ ડેવલપ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!