ચીનને ટક્કર આપવા માટે ભારત સમુદ્રમાં ઉતરશે “મેડ ઇન ઇન્ડિયા” તાકાત, જાણો વિગતે.

Published on: 5:29 pm, Fri, 4 June 21

ભારત દેશ પોતાની સમુદ્રીય તાકાત વધારવા માટે લીધું એક મહત્વપૂર્ણ પગલું. ભારતીય રક્ષા મંત્રાલય ભારતીય નેવી અને લગભગ 6 સબમરીન તૈયાર કરવા માટે મંજૂરી આપી દીધી. જેની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા થઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ છ સબમરીનો ભારતમાં જ બનશે.

ચીન પોતાની સમુદ્રીય તાકાતમાં સતત વધારો કરી રહ્યું હતું જેના કારણે ભારતે ચીનને ટક્કર આપવા માટે ભારતીય નેવીને 6 સબમરીન બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી એક પરિષદમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ પરિસ્થિત DAC ના નામે ઓળખાય છે.

આ ઉપરાંત આ પરિષદમાં ભારતીય રક્ષા સેના માટે કયા કયા સાધનો ખરીદવા તેની ચર્ચા પણ થઇ છે. આ સબમરીનનું નિર્માણ પ્રોજેક્ટ 75-I હેઠળ કરવામાં આવશે. શુક્રવારના રોજ રક્ષા મંત્રીએ આ સબમરીન ની મંજૂરી આપી દીધી.

આ પ્રોજેક્ટ ભારતીય કંપની L&T અને મજગાવ ડોકસ લીમીટેશન ને આપવામાં આવી છે. આ બંને કંપનીઓ વિદેશની કંપનીઓ સાથે મળીને આ પ્રોજેક્ટને પૂર્ણ કરશે.

આની પહેલા શ્રીલંકા સરકાર 2019માં નક્કી કરેલ ભારત, જાપાન અને શ્રીલંકાના ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટ ની રદ્દ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માં ભારત અને જાપાન નો 49 ટકા શેર હતા. કોલંબો પોટ ભારતની ઘણી નજીક છે. ચીનના પ્રોજેક્ટ તરફ ઝડપથી આગળ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચીનને ટક્કર આપવા માટે ભારત સમુદ્રમાં ઉતરશે “મેડ ઇન ઇન્ડિયા” તાકાત, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*