ઓક્ટોબરના પહેલા દિવસે સરકારે જનતાને આપ્યો મોટો ઝટકો,ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો અધધ રૂપિયાનો વધારો

Published on: 12:05 pm, Fri, 1 October 21

ઓક્ટોમ્બર ના પહેલા દિવસે જ પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે.કંપનીઓએ કોમર્સિયલ સિલિન્ડર ની કિંમત માં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે તેના કારણે દિવાળીના તહેવારો નજીક આવતા ગૃહિણીઓ માટે માઠા સમાચાર કહેવાય તે સામે આવ્યા છે.

ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્દર 1736.5 થઈ ગયો છે તે પહેલા 1693 રૂપિયા હતો. જો કે ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના સિલિન્ડર ની કિમંતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે.

1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલુ એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.આ વધારા બાદ દિલ્હીમાં 14.2 એલપીજી સિલિન્ડર ની કિંમત વધારીને 884.50 રૂપિયા કરવામાં આવી હતી.આ મહિને આ સિલિન્ડરની કિંમત માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સામાન્ય લોકો માટે આ થોડી રાહતની વાત છે.

અગાઉ ગુરુવાર સાંજે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર,વીજ ઉત્પાદન અને સીએનજી ગેસ તૈયાર કરવા માટે થાય છે. આ નિર્ણય બાદ સીએનજી, પીએનજી અને ખાતરના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઓક્ટોબરના પહેલા દિવસે સરકારે જનતાને આપ્યો મોટો ઝટકો,ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો અધધ રૂપિયાનો વધારો"

Leave a comment

Your email address will not be published.


*