કેજરીવાલ સરકારને વધ્યું ટેન્શન, દિલ્હી વિધાનસભાની બહાર કોંગ્રેસે કર્યું…જુઓ વિડિયો.

89

દેશમાં ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ વધી રહી છે ત્યારે દિલ્હી વિધાનસભામાં આજે મોનસુન સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિધાનસભાની બહાર જબરદસ્ત હંગામો શરૂ કર્યો હતો. વિધાનસભાની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્રણ મુદ્દે અરવિંદ કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગી રહ્યા છે.

અને આ મુદ્દા પર જોરદાર દેખાવ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે દિલ્હી સરકાર DTC બસ ખરીદવાનું કોભાડ, દિલ્હીમાં સતત પીવાના પાણીની સમસ્યા અને દિવસે ને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોંઘવારી પર જવાબ આપે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીની કેજરીવાલ સરકાર પાસેથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે સરકારની નીતિઓની સામે વિધાનસભાની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિધાનસભાની બહાર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ને રોકવા માટે બેરીકેટ લગાવવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા કરતા બેરીકેટ પણ તોડી નાખ્યા હતા. ત્યારબાદ સરકારી મંત્રીઓ અને ધારાસભ્યોને ઘેરી લીધા હતા.

દિલ્હી વિધાનસભાના સત્ર ના પહેલા જ દિવસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેજરીવાલ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મળતી માહિતી મુજબ સંસદમાં ભાજપના ધારાસભ્ય ઓપી શર્માએ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યની કહ્યું હતું કે પોતાની ઓકાત માં રહે.

આ ઉપરાંત આ વાતનો પણ સખત વિરોધ થયો હતો. આ ઉપરાંત સ્પીકરે ઓપી શર્માને માફી માગવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે માફી ન માંગી. જે કારણોસર એક દિવસ માટે તેમને સંસદમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!