ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે પરંતુ સૌથી વધારે લોકો કેરીની રાહ જોતા હોય છે. કેસર કેરીએ લોકો ખાવાનું પસંદ કરે છે અને ઉનાળાની શરૂઆત થતા બજારમાં કેરી દેખાવા લાગી છે ને હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે
અને અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1200 થી 2600 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમરેલી જિલ્લાને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે.અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેરીના બગીચા આવેલા છે
અને હાલ કેસર કેરીની આવક શરૂ છે અને અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને કેરીનો સરેરાશ ભાવ 2400 રૂપિયા બોલાઈ રહ્યો છે હાલ કેસર કેરીની માંગ આવક થતા ની સાથે જોડવા લાગી છે અને હાલમાં લોકો માત્ર કેસર કેરી ખરીદી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં સીઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને 20 કિલોનો ભાવ 1,200 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો છે ને હાલ કેસર કેરીની આવક શરૂ થતા ની સાથે કેરીની નિકાસ પણ શરૂ થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment