પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ ગૃહમંત્રી અમિત શાહને કહ્યું કે SORRY અમિતશાહ… મહેરબાની કરીને આ કામ કરો, જાણો કેમ આવું કહ્યુ ?

159

પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા ચરણનું મતદાન કરવામાં આવ્યું છે ત્યારે મમતાબેન જે આજે પીએમ મોદી અમિત શાહ અને ચૂંટણી પંચ પર આરોપો લગાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં જ બીજા ચરણ માટે મતદાન થઈ રહ્યું છે.

ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી પર હુમલા કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. આશા કે તેમને ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યો અને ગૃહમંત્રી અમીત શાહ તથા ચૂંટણી પંચે કહ્યું કે તમારા ગુંડાઓને કાબૂમાં રાખો.

મમતા બેનર્જીએ કહ્યું કે હું અહીંયા વિકટરી સાઈન બતાવી રહ્યું છે. અમિત શાહ અને ચૂંટણીપંચને સોરી પણ મહેરબાની કરીને તમારા ગુંડાઓને કાબૂમાં રાખો.

અહીંયા મહિલા પત્રકારો સાથે ધક્કા મુક્કી કરી રહ્યા છે અને રાજ્યપાલ સાથે શું વાતચીત કરી છે તે હું જણાવી ન શકું પણ મેં આટલી ખરાબ ચૂંટણી નથી જોઈ.

મમતા બેનરજીએ વધુમાં કહ્યું કે અમે ચૂંટણી પંચમાં 63 ફરિયાદ દાખલ કરી છે અને હું નંદીગ્રામ માટે ચિંતિત નથી, મને લોકશાહીની ચિંતા છે.

નંદીગ્રામમાં માટી,માં, માનુષ ના આશીર્વાદથી હું ચૂંટણી જીતીશ. બીજા ચરણના મતદાનમાં સાંજે 6 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં 80.43% જયારે આસામ માં 73.03% મતદાન થયું હતું.

નોંધનીય છે કે બંગાળની ચોકમાં સૌથી વધારે ચર્ચા નંદીગ્રામ ની છે અને આ બેઠક પરથી મમતા બેનર્જી અધિકારી આમને-સામને આવી ગયા છે ત્યારે આજે મમતા બેનર્જી નંદીગ્રામમાં મતદાન ની સમીક્ષા કરવા માટે નીકળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!