દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને સરકારે જાહેર કર્યું જાહેરનામું,જાણો શું રહેશે ખુલ્લું અને બંધ?

Published on: 11:26 am, Fri, 29 October 21

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યુ ઘટાડો કરવામાં આવ્યો છે.

રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે અને આ જાહેરનામું 30 મી નવેમ્બર સુધી લાગુ રહેશે.ગુજરાતના આઠ મહાનગરોમાં તારીખ 30-10-2021 થી લઈને 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01:00 કલાકથી સવારના 5:00 કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકી દેવામાં આવ્યું છે.

રાજ્યના મહાનગરમાં રાત્રે ચાલી રહેલા કરફ્યુ માં મોટી રાહત આપવામાં આવી છે. આની સાથે નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને પણ પરવાનગી આપી દેવામાં આવી છે.આની સાથે સિનેમાહોલ ને લઈને અગત્ય ના સમાચાર સામે આવ્યા છે.

પહેલા 50 ટકા સમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા સમતા સાથે ખોલી શકાશે.ખૂબ લાંબા સમય પછી સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સવારે 9 થી લઈને 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લી રાખી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!