સુરતમાં વેસુ વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની જાહેરમાં કરી ધોલાઇ – જુઓ વિડિયો

73

સુરતના વેસુ વિસ્તારનો એક ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં પતિથી અલગ રહેતી પત્નીએ પોતાના પ્રેમિકા સાથે મળીને પતિની જાહેરમાં ધોલાઈ કરી છે. જેના કારણે પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ વર્ષથી ઘરમાં માથાકૂટ થવાના કારણે પત્નીથી અલગ રહેતા પતિએ કહ્યું હતું કે બુધવારના રોજ મોડી સાંજે પત્ની જિમ ટ્રેનર સાથે કારમાં હતી.

મેં બંને રંગે હાથે ઝડપાયા હતા. અને જ્યારે મેં કારનો કાચ ઠપકારીયો ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા ત્યારે મેં તેમનો પીછો કર્યો હતો. અને ત્યાર બાદ બન્નેએ મારી જાહેરમાં ધોલાઈ કરી હતી. પત્ની એક વર્ષથી તેની દીકરી સાથે અલગ રહેતી હતી.

કોટ ના ઓર્ડર મળ્યા પછી પણ તે મને મારી દીકરીને મળવા દેતી ન હતી. હાલમાં આ ઘટના બનતા જ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  ઇજાગ્રસ્ત પતિએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, મારી પત્નીની કાર ઊભેલી હતી તેની બાજુમાં બીજી કાર ઊભેલી હતી.

જ્યારે મેં તપાસ કરી ત્યારે મારી પત્ની કોઈ બીજા પુરુષ સાથે હતી. આથી મેં કારનો કાચ ખખડાવ્યો પરંતુ તેઓ એ દરવાજો ખોલ્યો નહીં અને કાર ત્યાંથી રિવર્સ લઈને ત્યાંથી ભાગી ગયા હતા. આથી મેં તેમની કારનો પીછો કર્યો અને તેમને આગળ જઈને રોકી દીધા હતા. અને ત્યારબાદ મેં તેમને પૂછ્યું કે તમે ગાડીમાં શું કરો છો.

ત્યારબાદ બંને કારમાંથી નીચે ઉતર્યા અને મને ધોકાવા લાગીયા હતા. આ ઉપરાંત જિમ ટ્રેનર એ મને મારો જીવ લઇ લેવાનો ડારો પણ આપ્યો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે મારી પત્ની પણ મને કહેવા લાગી કે હું તારી પત્ની નથી તેમ કહીને મારી પત્નીએ મને પણ તમાચો લગાવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિનું નામ યોગેશભાઈ જગદીશભાઈ અગ્રવાલ છે તેમની ઉંમર 32 વર્ષની છે. અને તેઓ મિલકત લે-વેચના કામકાજ સાથે સંકળાયેલા છે. ઘટના સ્થળે લોકો ભેગા થઇ જતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. અને ત્યાર બાદ પત્ની અને પતિ ને બંનેને ઉમરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!