વાંસદામાં એક બેકાબૂ ટ્રકે બાઈકને લીધી અડફેટેમાં, બાઈક ચાલક યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 12:24 pm, Tue, 25 January 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વાંસદામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક બાઈક ચાલક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ દિવ્યેશ મોહનભાઈ પટેલ હતું.

તેની ઉંમર 26 વર્ષની હતી. તે વાંસદા તાલુકાના રૂપવેલ ગામ રાયવાડી ફળિયામાં રહેતો હતો. ઉપરાંત તે છેલ્લા બે વર્ષથી વાંસદામાં વૈભવ ઈલેક્ટ્રોનિક નામની દુકાનમાં નોકરી કરતો હતો.

જ્યારે અકસ્માત બન્યો ત્યારે યુવક ઘરેથી કહીને ગયો હતો, મારા મિત્રની બહેનના લગ્નમાં નિર્માણ રોડ પર છે. હું નોકરી પતાવીને ત્યાં જવાનો છો અને રાત્રે મોડું થશે. મળતી માહિતી અનુસાર તે લગ્ન પતાવીને અંદાજે બે વાગ્યે પોતાની GJ 21 BQ 9484 નંબરની FZ બાઇક લઇને ઘરે આવી રહ્યો હતો.

ત્યારે નાનીભમતી એવન બેકરી સામે થી આવતા MP 09 HG 0880 નંબરના ટ્રકચાલકે દિવ્યેશની બાઇકને અડફેટેમાં લીધી હતી. આ ઘટનામાં દિવ્યેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તે કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને દિવસના મૃતદેહને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું.

આ સમગ્ર ઘટનાની જાણ દિવ્યેશના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઇને દિવસ ના પિતા મોહનભાઈ પટેલે ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "વાંસદામાં એક બેકાબૂ ટ્રકે બાઈકને લીધી અડફેટેમાં, બાઈક ચાલક યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*