વલસાડના પારડીમાં એક નિર્દોષ મહિલા ને બાળક ચોર સમજીને લોકોએ તેની સાથે કર્યું એવું કે, વિડીયો જોઈને તમારા પર રુવાડા ઉભા થઇ જશે

36

વલસાડ જિલ્લાની રુવાડા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા પરિયા ગામના માંહ્યવંશી ફળિયામાં નવસારીમાં રહેતી એક મહિલાને લોકોના ટોળાએ વગેરે કામની મહિલાને ધોકાવી છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં રહેતી 50 વર્ષીય મહિલા નવરાત્રી માટે લોકોના ઘરે ઘરે ફરીને ભીખ માંગતી હતી. ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ એ મહિલા બાળક ચોર હોવાની શંકા રાખીને મહિલા અને પકડીને મહિલાને ધોકવી હતી.

ત્યારબાદ પેટ્રોલિંગ કરતી પોલીસે મહિલા અને લોકોના ટોળા વચ્ચેથી બચાવી હતી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો વાયરલ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલા નવસારીની રહેવાસી છે. મળતી માહિતી મુજબ મહિલા જ્યારે ભીખ માંગવા ગઈ ત્યારે અમુક અજાણ્યા શખ્સોએ મહિલાને બાળક ચોર સમજીને મનફાવે ધોકવી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. પોલીસે વિડીયો આધારે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મહિલાની ઉંમર 50 વર્ષની હતી અને મહિલાનું નામ રંજનબેન છે.

જ્યારે મહિલા એક માંગી રહી હતી ત્યારે મહેશભાઈ નામના એક વ્યક્તિએ રંજનબેનને બાળક ચોરી કરવા આવી હોવાનો આક્ષેપ લગાવીને મહિલાને ધોકાવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આસપાસ ઉભેલા લોકોએ પણ મહિલાને ધોકાવી હતી. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને મહિલાએ અજાણ્યા વ્યક્તિઓ વિરોધ ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!