મિત્રો દિવસે ને દિવસે જીવ લેવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. આધુનિક યુગમાં સંબંધોની પરિભાષા બદલાઈ ગઈ છે. માતા પિતા પોતાના બાળકોને ભણાવી ગણાવીને મોટા કરતા હોય છે. પરંતુ અમુક બાળકો એવા હોય છે કે જે માતા-પિતાના ઘડપણમાં તેમનું ધ્યાન રાખતા નથી અને તેમની સાથે ન કરવાની હરકતો કરતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જે ઘટના સામે આવી છે. માતાએ ચાર ચાર દીકરાઓને મોટા કર્યા.
જ્યારે માતાનું વૃદ્ધાવસ્થા આવ્યું ત્યારે ચાર દીકરાઓમાંથી એક પણ દીકરો માતાને બે કોળિયા ખવડાવવા માટે પણ તૈયાર ન હતો. આ ઘટના વલસાડ જિલ્લાના કપરાડામાં બની છે. મળતી માહિતી અનુસાર અહીં છેલ્લા છ મહિનાથી પેરાલીસિસની બીમારીથી પીડાતી માતાએ પોતાના દીકરા પાસે ખાવાનું માંગ્યું, ત્યારે ગુસ્સામાં ભરાયેલા દીકરાએ પોતાની માતાનો જીવ લઈ લીધો.
આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પોતાની માતાનો જીવ લેનાર દીકરાનું નામ સતીશ ચવધરી છે. સતીશ કપરાડાના આંબા ગામમાં રહે છે. ગઈકાલે સાંજે સતીશે પોતાની માતાનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપી સતિષની ધડ પકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એક એવો ચોકાવનારો ખુલાસો થયો કે જે સાંભળીને તમામ લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા.
જ્યારે માતાએ પોતાના દીકરા સતીશ પાસે ખાવાનું માગ્યું ત્યારે સતીશ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો અને ગુસ્સામાં તેને પોતાની માતાનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર 72 વર્ષીય માતા સાળીબેન છેલ્લા છ મહિનાથી પેરાલીસીસ ની બીમારીથી પીડાઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર સતીશ ની પત્ની માટે બહારગામ ગઈ હતી. જેના કારણે જમવાનું મોડું થઈ ગયું હતું. આ દરમિયાન ખાવાનું માગીને માતાએ દીકરા સતીશ ને ઠપકો આપ્યો હતો. જેના પગલે દીકરો સતીશ ખૂબ જ ઉશ્કેરાઈ ગયું હતું અને ઉસકે રહીને તેને પોતાની માતાનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment