ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી ઉમારસાડી ગામે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર 2000 રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા એક વ્યક્તિનું જીવ લઈ લેવામાં આવ્યો છે.
આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જશવંતભાઈ રમણભાઈ હળપતિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર જશવંતભાઈ ઉમારસાડી ગામે બાવડી ફળિયામાં રહેતા હતા.
તેઓ માછીમાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જશવંતભાઈ તેમના જ ફળિયામાં રહેતા ગીરીશભાઈ આહીરને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા મહેશભાઈ રામસિંગ રાઠવાને થોડાક દિવસ પહેલા 2000 રૂપિયા ઉધાર આપ્યા હતા.
તેનો ઘણો સમય વીતી ગયો છતાં પણ મહેશભાઈએ જશવંતભાઈને તેના પૈસા પાછા આપ્યા ન હતા. તેથી 29 જૂન ના રોજ જશવંતભાઈ મહેશભાઈ પાસે 2000 રૂપિયાની ઉઘરાણી કરવા માટે ગયા હતા. આ દરમિયાન સંતોષભાઈ ભારે ગુસ્સામાં ભરાયા હતા. આ બાબત પર બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ ગઈ હતી.
આ મામલો આટલો વધી ગયો કે ગુસ્સામાં આવીને મહેશભાઈ જશવંતભાઈના માથાના અને પીઠના ભાગ પર લાકડી વડે પ્રહાર કર્યા હતા. આ કારણોસર જશવંતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જશવંતભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને જશવંતભાઈના પત્ની સીમાબેનને પારડી પોલીસ મથકમાં આરોપી મહેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી મહેશભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment