વલસાડમાં આખલાઓ તોફાની ચડતા, આખું ગામ લીધું માથે… જુઓ વિડિયો…

84

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી આખલાઓ નો ત્રાસ વધી રહ્યો છે. આખલાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને રોડ પર ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના હનુમાન ભાગડા ગામમાં આખલાઓ તાંડવ મચાવ્યો હતો.

તેના કારણે આખા ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના હનુમાન ભાગડા ગામમાં છેલ્લા બે દિવસથી આખલાઓ નો ત્રાસ વધી ગયો છે.

આખલાઓ ના કારણે આખા ગામમાં અફરાતફરી મચી ગઇ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલાઓ એ રોડ પર પડેલી બાઇક અને અન્ય પશુઓને પણ અડફેટેમાં લીધા હતા.

આખલાઓને આ ત્રાસથી રોડ પર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી છે. આખલા ના ત્રાસથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. સતત બે દિવસથી આ આંકડાઓના ત્રાસને લઈ ને ગામના સરપંચ દ્વારા જિલ્લા ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

છતાં પણ કલાકો સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ માણસોને ત્યાં મોકલવામાં આવ્યા નથી. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં વલસાડની અગ્રવીર ગો સેવા દળ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને કલાકોની ભારે જહેમત બાદ આખલાઓને પકડીને બાંધી દેવામાં આવ્યા હતા. સતત બે દિવસથી આખલાઓ નો ત્રાસ વધવાના કારણે લોકોએ પોતાના ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!