વલસાડમાં ભીલાડ નજીક હોટલ માં 2 થી 3 વ્યક્તિઓએ આવીને કરવા લાગ્યા તોડફોડ – જુઓ વિડિયો

78

આજકાલ સોશિયલ મીડિયામાં નત-નવી ઘટનાઓ વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે વલસાડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક હોટલમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા તોડફોડની ઘટના સામે આવી છે.

સાથે અસામાજિક તત્વો હોટલમાં કામ કરતા લોકો સાથે પણ માથાકૂટ કરી હતી. રાત્રિના સમયે હોટલમાં બનેલી ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અને અત્યારે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોટલ પર અચાનક એક ગાડી આવે છે અને તેમાંથી બે થી ત્રણ યુવકો નીચે ઉતરે છે.

અને નીચે ઉતરતા જ તેઓ હોટલમાં તોડફોડ શરૂ કરી દે છે. મન ફાવે તેમ હોટલની ગમે તે વસ્તુઓને તોડી નાખે છે. ઉપરાંત હોટલમાં કામ કરતા લોકો સાથે પણ માથાકૂટ કરે છે.

આ સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અસામાજિક તત્ત્વોએ આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોટલ પર એક સ્વીફ્ટ કાર આવે છે અને સાથે એક એક્ટિવા પણ આવે છે. તેમાં કારમાંથી ઉતરેલો એક યુવક હાથમાં ડંડો લઈને હોટેલમાં તોડફોડ શરૂ કરી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.