વડોદરામાં દીકરી તૃષાની માતા હાથમાં દીકરીની બાંધણી લઈને રડી પડી, રડતાં રડતાં કહ્યું કે…

Published on: 9:58 am, Thu, 24 March 22

ગુજરાતમાં એક તરફી પ્રેમમાં વધુ એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હજુ તો સુરતમાં બનેલી ગ્રીષ્માનો મામલો તાજા છે ત્યાં વડોદરામાં 19 વર્ષની તૃષા નામની યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

દીકરી તૃષાનું મૃતદેહ વડોદરા શહેર નજીક ધનિયાવી ગામના ખેતરમાં મળી આવ્યું હતું. દીકરીના મૃતદેહથી તેનો હાથ અલગ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મંગળવારના રોજ મોડી રાત્રે દીકરી તૃષાનો જીવ લેનાર કલ્પેશ ઠાકોરને પકડી લીધો હતો.

બીજી તરફ દીકરી તૃષાની માતાના આંસુ સુકાતા નથી. દીકરી તૃષાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઘરનું કોઈ સભ્ય માનવા તૈયાર નથી કે આંખની સામે હસતી ખેલતી દીકરી તૃષા આજે દુનિયામાં નથી રહ્યા. દીકરી તૃષા મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

ત્યારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર દીકરી તૃષાની માતા દીકરી ની બાંધણી લઈને રડી રહી છે. દીકરીની નિશાની રૂપ તેની બાંધણી હાથમાં લઈને માતા ધ્રુસકેને ધ્રુસકે રડી રહી છે. દીકરી તૃષાની માતાએ જણાવ્યું કે, મારી દીકરી મને કલાકે કલાકની માહિતી આપતી હતી.

તે મારી સાથે મિત્રોની જેમ રહેતી હતી. તે કોઈની સાથે માથાકૂટ કરતી નથી છતાં પણ તેની સાથે કેવું થયું? દીકરીનો જીવ લેનારાને મને સોંપી દો, હું તેના હાથ-પગ તેના શરીરથી અલગ કરીને તેને સજા આપીશ. જ્યારે સુરત શહેરમાં દીકરી ગ્રીષ્મા બનેલી ઘટના સાંભળીને મેં મારી દીકરીને સાવચેત રહેવા માટે સલાહ આપી હતી.

ત્યારે તેને મને કહ્યું હતું કે મમ્મી, મારી ચિંતા ન કરો. આ ઉપરાંત દીકરી તૃષાની માતાએ જણાવ્યું કે, મારી સોનુ પોલીસ માં જોડાઈને ઉચ્ચ અધિકારી બનીને સમાજની રક્ષા કરવા માંગતી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં દીકરી તૃષાની માતા હાથમાં દીકરીની બાંધણી લઈને રડી પડી, રડતાં રડતાં કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*