હાલમાં વડોદરામાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બોલેરો પીકઅપ ગાડીના ડ્રાઇવરની બેદરકારીના કારણે 2 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર પોરની આશિષ સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડીના ડ્રાઇવરે ગાડીને રિવર્સ લેતી વખતે સોસાયટીમાં રમતા બે વર્ષના માસુમ બાળકને અડફેટેમાં લીધો હતો.
આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણસર માસુમ બાળકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાની સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બોલેરો ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર 37 વર્ષીય નિખીલભાઈ કાંતિભાઈ ગાંધી પોર કોઠારી ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં મહાદેવ ઈલેક્ટ્રીક નામની દુકાન ચલાવે છે. નિખિલભાઇ મૃત્યુ પામેલા માસુમ બાળકના પિતા છે. નિખિલભાઇ જણાવ્યું કે, હું મંગળવાર ના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ મારી બાઈક લઈને દુકાને આવ્યો હતો.
ઘરે મારી પત્ની વૈભવી બે વર્ષનો દીકરો જૈનીલ અને દીકરી હેત્વી હતા. ત્યારે લગભગ બપોરના 12:15 વાગ્યાની આસપાસ મારી પત્નીનો ફોન આવ્યો હતો કે, જૈનીલ બપોરના 12:00 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળીને સામે રહેતા કાકા અશોકભાઈના ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીનું પીકઅપ વહાન રાંધણ ગેસનો બાટલો આપવા માટે આવ્યું હતું. આ દરમિયાન પીકઅપ ડ્રાઇવરે કાર રિવર્સ લેતી વખતે જૈનીલને અડફેટેમાં લીધો છે. જેમાં જૈનીલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ એ સમગ્ર ઘટનાને લઈને પીકઅપ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે વર્ષના માસુમ દીકરાના મૃત્યુના કારણે માતા-પિતા અને તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment