વડોદરામાં પિતા ગુજરાન ચલાવવા માટે ચંપલની લારી ચલાવે છે, તેમનો દીકરો ધોરણ-12માં 95.13 ટકા લાવ્યો – પોતાના માતા-પિતાની ઇચ્છા પૂરી કરવા માટે દીકરો હવે..

Published on: 1:40 pm, Sun, 5 June 22

સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેનું પરિણામ આવતાંની સાથેજ વિધાર્થી ઓ ખુશ થઇ ગયાં છે.જેમાં ઘણા લોકોએ મહેનત કરીને પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જીવનકાળ દરમ્યાન વાગેલી ઠોકર પણ જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.

એવામાં વડોદરા ગોત્રી ગામમાં પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને ચપ્પલ વેચવાની લારી ચલાવતા તેનાથી જ પરિવારનું ગુજરાન ચલાવતા એવા પરિવારના હર્ષિલ અગ્રવાલને ધોરણ 10માં માત્ર 57 ટકા આવ્યા હતા અને ધોરણ 12 કોમર્સ સતત 8 કલાકની મહેનત કર્યા બાદ 95.13 પર્સેન્ટાઇલ રેન્ક મેળવી સિદ્ધિઓ હાંસલ કરી છે.

પિતા ચપ્પલની લારી ચલાવે છે અને દીકરાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 95.13 પર્સન્ટાઈલ રેન્ક મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને માતા-પિતાનું નામ રોશન કર્યું.તેનું કહેવું છે કે મારા કાકાના પુત્ર દીપેશ પણ CA અભ્યાસ કરી રહ્યો છે એટલે હર્ષિલ પણ તેનો અભ્યાસ કરવા માંગે છે.

એટલું જ નહીં તેણે કહ્યું હતું કે ધોરણ 10માં તો માત્ર મારે 57 ટકા જ આવ્યા હતા અને હું નાસીપાસ થઈ ગયો હતો. જેનાથી મારા માતા-પિતા દુઃખી પણ થયા હતા ત્યારે મેં નક્કી કર્યું હતું કે ધોરણ 12 માં વધુ મહેનત કરીશ અને તેણે કરી બતાવ્યું સાથે દિવસના આઠ કલાક અભ્યાસ કરી તેના લીધે તેની અપેક્ષા મુજબનું ફળ મળ્યું છે.

વિસ્તૃત માહિતીમાં પરિવાર વિશે વાત કરીશું તો હર્ષિલનો પરિવાર ગોત્રી ગામમાં એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહે છે. તેમના પિતા વિવિધ વિસ્તારોમાં ફરી ફરીને લારીમાં ચપ્પલ વેચવાનું કાર્ય કરી રહ્યા છે અને તેનાથી પરિવારનું ગુજરાન ચલાવે છે. એટલું જ નહીં પરંતુ તેણે ત્રણ પુત્રોની આવી જ રીતે ભણાવી ગણાવીને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હતા.

હર્ષિલ અગ્રવાલ ના પિતા સતિષભાઈ અગ્રવાલ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આજે મારા પુત્રે સી.એ બનવા માટે જે મહેનત કરી પરિણામ મેળવ્યું છે તેનાથી હું બહુ જ ખુશ છું.એની ધોરણ 10માં ખૂબ જ ઓછા ટકા આવ્યા હતા. પરંતુ તેણે હિંમત ન હારી અને મહેનત કરી ધોરણ-12માં સારા ટકા સાથે સફળતા મેળવી છે. જેનાથી મને આનંદ થયો છે અને સાથે તેના મોટા ભાઈની જેમ હર્ષિલ પણ CA બનવા માંગે છે.

હર્ષિલના પરિણામથી સમગ્ર પરિવાર ખુશખુશાલ થઈ ગયો છે. તેની માતાએ પણ કહ્યું હતું કે આજે મારી જિંદગીની ખુશીનો શ્રેષ્ઠ દિવસ છે.મને મા તરીકે મારા પુત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તે CA બનીને અમારા પરિવારની ઈચ્છાઓ પૂરી કરશે અને માતા-પિતાનું નામ રોશન કરશે. તેથી તેના બન્ને દિકરા CA બનીને તેમના પરિવારની બધી જ ઇચ્છાઓ પૂરી કરશે એવી તેની માતાની ઈચ્છા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં પિતા ગુજરાન ચલાવવા માટે ચંપલની લારી ચલાવે છે, તેમનો દીકરો ધોરણ-12માં 95.13 ટકા લાવ્યો – પોતાના માતા-પિતાની ઇચ્છા પૂરી કરવા માટે દીકરો હવે.."

Leave a comment

Your email address will not be published.


*