વડોદરામાં કન્ટ્રકશન સાઈડ પર માટીનું ભેખડ પડતા, નીચે કામ કરી રહેલા શ્રમિકનું રીબાઈ રિબાઈને મોત… જુઓ ઘટનાનો હૈયુ ધજાવી દેતો વિડિયો…

વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. વડોદરાના ચકલી સર્કલ થી નટુભાઈ સર્કલ તરફ જવાના રસ્તા પર નિર્માણધીન કન્સ્ટ્રકશન સાઈડ પર આજરોજ વહેલી સવારે માટીનું ભેખડ ઘસીને પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં ત્યાં કામ કરતા એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ માટીની નીચે દટાયેલા શ્રમિકને બચાવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે શ્રમિકને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આ ઘટનામાં શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાઇડ પર સુરક્ષાના સાધનોના અભાવના કારણે આ ઘટના બની છે.

આ ઉપરાંત મીડિયા સાથે એક શ્રમિકે વાતચીત કરતા જણાવ્યું કે, અમે કામ કરવાની ના પાડી છતાં પણ અમને અહીં મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે કેટલાક શ્રમિકો 30 ફૂટ નીચે ખોદેલા ખાડામાં પાયાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ માટીનું ભેખડ પડ્યું હતું.

આ સમયે ત્યાં કામ કરતા શ્રમિકોને આ વાતની બિલકુલ જાણ જ ન હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકનું નામ રમેશ પરમાર હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. રમેશ માટીના ઢગલામાં આશરે છ ફૂટ નીચે દટાઈ ગયો હતો.

આ કારણસર તેનું મોત થઈ ગયું હતું. હાલમાં આ કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ ઘટના સ્થળે ભારે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી.

પછી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માટીની નીચે દબાયેલા શ્રમિકનો જીવ બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ ફાયર વિભાગની ટીમ શ્રમિક સુધી પહોંચે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*