વડોદરામાં એક યુવતી પોતાનો જીવ ટૂંકો કરવા માટે એપાર્ટમેન્ટના ચોથા માળે ચઢી ગઈ, જાણો એવું તો શું થયું હશે કે પુત્રીએ આવું કર્યું – જુઓ વિડિયો

97

વડોદરાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન નજીક પાસે રહેતી એક યુવતી મોબાઈલની લાત ચડી ગઇ હતી. જેના કારણે યુવતી ઘરનું કામ છોડીને સતત મોબાઈલ પર વ્યસ્ત રહેતી હતી.

ત્યારે યુવતીના પિતાએ મોબાઈલ વધુ ઉપયોગ ન કરવા માટે યુવતીને ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને યુવતીને ખોટું લાગી જાય છે. આટલી નાની વાતને લઈને યુવતી પોતાનો જીવ ટૂંકો કરવાનો નિર્ણય લે છે.

અને પોતાનો જીવ ટૂંકો કરવા માટે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળ પર પહોંચી ગઈ હતી. યુવતી જ્યારે પોતાના જીવનનું અંતિમ પગલું ભરવા જાય છે ત્યારે સ્થાનિક લોકોની નજર તેના પર પડે છે.

ત્યારબાદ સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ ફાયર ડિપાર્ટમેન્ટ અને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર ડિપાર્ટમેન્ટ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને યુવતીને સમજાવીને તેને નીચે ઉતારી લીધી હતી. ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચે આવી હતી.

આટલી નાની વાત પર યુવતીએ આ આ પ્રકારનું પગલું ભર્યું છે. એટલા જ માટે નાનપણથી જ બાળકને મોબાઈલ ની આદત ઓછી પડવી જોઈએ. જેને લઇને આગામી સમયમાં આવી ઘટનાઓથી બને.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!