હાલ આપણી સમક્ષ અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે તેઓ જ એક બનાવ વાઘોડિયા રોડ પર પોલિટેકનિકના વિદ્યાર્થીનો અકસ્માત સર્જાયો છે. વાત કરીએ તો શહેરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત થયા છે. જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોય છે અથવા તોકેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય છે.
ત્યારે હજુ પણ શહેરોમાં રખડતા ઢોર નો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. વિસ્તૃતમાં જણાવીશ તો બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર લઇને જઇ રહેલા એક પોલિટેકનિકના વિદ્યાર્થીને ગાયેનું શીંગડું વાગતા વિદ્યાર્થીને આંખે ઇજાઓ પહોંચી અને તેની આંખ ફૂટી ગઈ હતી.
હજુ પણ વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે આ બનાવ બનતા એક વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ છે. પ્રસ્તુત માહિતી અનુસાર માત્ર પંદર દિવસમાં જ રખડતા ઢોરોના ત્રાસના દૂર કરવાની જાહેરાત બાદ હજુ પણ ઢોર રસ્તા પર ફરતા ફરે છે. જેના રીતે લોકો અકસ્માતને ભોગ બની રહ્યા છે.
એવામાં જ એક ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ જે પોલીટેકનીક ડિપ્લોમા અભ્યાસ કરે છે. હેનીલ પટેલ બુધવારે સાંજે કામ અર્થે સીટીમાં ગયો હતો. ત્યાંથી 8 વાગ્યે ઘરે પરત આવી રહ્યો હતો. તેવા સમય સોસાયટીના નાકે જ ડિવાઇડર કૂદીની આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લેતા હેનીલ પટેલને ગાયેનું શીંગડું વાગી ગયું હતું.
તેને આંખ પર ઈજાઓ પહોંચી. જેના લીધે બૂમાબૂમ કરતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં હેનીલ પટેલને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો.
વડોદરામાં વિદ્યાર્થીને આંખમાં ગાયનું શિંગડું વાગતા આંખ ફૂટી ગઈ, માતા-પિતા રડતા-રડતા બોલ્યા કે… જ્યાં તેની આંખ ફૂટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેનાથી પરિવારમાં શોકનું માહોલ સર્જાયો હતો અને પુત્રની આંખ ગુમાવતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને હોશ ઉડી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment