વડોદરામાં લાખોની ગાડી લઈને કેફે માં આવનાર ધનવાન યુવકે કેફે ની બહાર કરી મામૂલી કુંડા ની ચોરી – જુઓ ચોરીનો વિડિયો

56

મારા બેટા ન કરે એટલું ઓછું છે. તમે કેટલી ચોરીની ઘટનાઓ સાંભળી હશે. તેમાં ચોર દ્વારા કિંમતી વસ્તુઓ કિંમતી માલ સામાન અને અન્ય મોંઘી વસ્તુઓની ચોરી કરતા હોય છે. વડોદરામાં વહેલી સવાર શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા કેફની બહારથી એક ફૂલના છોડના કુંડાની ચોરી થઇ છે.

અને આ સમગ્ર ઘટના કે તેની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વડોદરામાં શનિવારના રોજ વહેલી સવારે ફુલછોડ માટેના કુંડાની ચોરીની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બ્રુ-13 કેફે આવેલું છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે કેફેની બહાર એક વ્યક્તિ કાર લઈને આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ અનુસાર કાર લગભગ 11 લાખ આસપાસની છે તેવું સામે આવ્યું છે.

ત્યારે એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતરે છે અને ફોન પર વાત કરે છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે કારની આજુબાજુ આંટા મારે છે.

અંદાજે વ્યક્તિ એક મિનિટ જેટલી ફોનમાં વાત કરે છે. ત્યારબાદ તે વ્યક્તિ કારની ડીકી ખોલે છે. અને ત્યાં નજીક કેફે ની બહાર પડેલું એક કુંડુ માંડ માંડ ઉગે છે અને તેને કારની ડીકી માં મૂકી દે છે. અને ત્યારબાદ ક્યાં લઈને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

વ્યક્તિની ચોરીની સમગ્ર ઘટના કેફેની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે સીસીટીવી ફૂટેજ જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે કે આ વખતે આવું શા માટે કર્યું. વ્યક્તિ પાસે એટલી મોંઘી કાર હોવા છતાં પણ વ્યક્તિ એક મામૂલી કુંડા ની ચોરી કરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!