અમરેલીના ઉજળા ગામમાં પાણીના ભારે પ્રવાહથી મગફળીથી ભરેલું આખું ટેન્કર તણાયું, ડ્રાઇવર જીવ બચાવવા…જુઓ વિડિયો…

61

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અને મોડી સાંજે વાડિયા વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જેમાં ઉજળા ગામમાં મગફળી થી ભરેલું એક ટ્રેક્ટર પાણીના ભારે પ્રવાહમાં તણાઈ હતું. ડ્રાઈવર ટ્રેક્ટર માંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર વાડિયા નજીક આવેલા મોટા ઉજળા ગામે ત્રણ ઇંચ વરસાદ પડતા આસપાસના ગામમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.

તેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. ત્યારે અહીં બે ટ્રેકટર પાણીના પ્રવાહની નજીક આવતા મગફરીથી ભરેલું ટ્રેક્ટર પાણીના ભારે પ્રવાહથી તણાયું હતું. પાણીના ભારે પ્રવાહમાં ટ્રેક્ટર તણાતા ટ્રેક્ટર ચાલકે પોતાનો જીવ બચાવવા માટે ટ્રેક્ટર માંથી છલાંગ લગાવી હતી.

અને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે જેસીબીની મદદથી પાણીમાં ફસાયેલું ટ્રેક્ટરની બહાર કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સ્થાનિક નદી નજીક બેઠેલો પુલ હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હતી.

આ ઉપરાંત સ્થાનિક લોકોએ બેઠેલા પુલના કારણે આવી ઘટનાઓનો સામનો કર્યો છે. આ ઘટનાનો વીડિયો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જોતજોતામાં તો ટ્રેક્ટર પાણીના ભારે પ્રમાણમાં તણાય છે.

આ ઉપરાંત આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા પૂરું કરવાની માંગ પણ ઉઠાવી છે. દર વર્ષે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ઘણી ઘટનાઓ બનતી હોય છે. અને અત્યાર સુધીમાં આવી ઘટનામાં ઘણા નિર્દોષએ પોતાનો જીવ ગુમાવ્યો હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!