સુરતના ઉધના વિસ્તારમાં મોબાઇલની ચોરી કરીને ભાગતા યુવકને પકડીને લોકોએ તેની સાથે કર્યું એવું કે, જુઓ વિડિયો…

68

સુરત શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા થોડાક દિવસોથી મોબાઈલ ચોરીની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. પરંતુ જ્યારે કોઇ પણ વખત ચોરી કરતો યુવક પકડાયો છે ત્યારે લોકો તેને સારો એવો મેથીપાક આપે છે. ત્યારે તેવી ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે બની હતી.

મળતી માહિતી અનુસાર મોબાઇલની ચોરી કરીને ભાગતા એક યુવકને લોકોએ રાયકા સર્કલ પાસે ઝડપી પાડયો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે યુવક એક વ્યક્તિ પાસેથી મોંઘો મોબાઇલ લઇને ભાગવા નો પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યારે લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોએ યુવકને પોલીસને હવાલે કરતાં પહેલા તેને સારો એવો મેથીપાક આપ્યો હતો. લોકોએ રસ્તાની વચ્ચોવચ ચોરી કરનાર યુવકના વાળ કાપી નાખ્યા અને તેના કપડાં પણ ફાડી નાખ્યા.

અને ત્યારબાદ તેને ચાર રસ્તા પર થાંભલા સાથે બાંધી ને મેથીપાક આપ્યો હતો. ત્યાર બાદ લોકોએ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર યુવક મૂળ ઘટનાનો અને ઉધનાના આશાપુરી વિસ્તારનો રહેવાસી હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોરી કરનાર યુવકને લોકો કેવી રીતે મેથીપાક આપી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આસપાસ ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા થોડાક દિવસોથી ચોરીની ઘટનાઓ ખુબ જ વધી રહી હતી તે કારણોસર લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા. ત્યારે લોકોએ પોતાનો ગુસ્સો આ મોબાઈલ ચોર યુવક પર ઉતાર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!