આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ માં ભારતની ધરા એવી છે કે જ્યાં દેવી-દેવતાઓ અને ઋષિમુનિઓના ચરણા વિનંતી પવિત્ર છે. આ ધરા પર અમુક એવી પણ જગ્યા છે કે જ્યાં દેવી દેવતાને લીધે ખૂબ જ ચમત્કારી અને રસપ્રદ ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આજે આપણે એક એવા ગામ વિશે જણાવીશું કે જે ગામમાં એક ઘરમાં મુખ્ય દરવાજો નથી આ જાણીને તમને પણ ઘણા વિચારો આવ્યા હશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે.
આપણો ભારત દેશ વિવિધતાથી ભરેલો છે કે જ્યાં અલગ અલગ પ્રકારની અલગ અલગ ખાસ્યતા ધરાવતા ગામો પણ છે અને એવા સ્થળો છે કે જેમનો ઈતિહાસ હજુ સુધી પણ ઘણા લોકો વાકેફ હશે ત્યારે ભગુડા ગામ. જેનું નામ તમે સાંભળ્યું જ હશે કે જ્યાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. આ ગામે એક પણ દુકાને તાળું લગાવવામાં આવતું.
આવી જ રીતે ગુજરાતનું બીજું એક ગામ જાંબુર કે જેને મીની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ રાજકોટ પણ એક એવું ગામ છે કે જ્યાં સાતડા કે જ્યાં લોકોના ઘરના દરવાજા જ નથી. આવી અનોખી વાતો જાણીને તમને પણ નવાઈ લાગશે તેવી ગુજરાતના અનોખા ગામ વિશે આજે આપણે વાત કરીશું કે જ્યાં ગામમાં એક ઘરમાં દરવાજા જ નથી.
રાજકોટ થી અમદાવાદ હાઈવે પર આવેલું શનિ સિગડાપુર કે જેનો સાચું નામ સાતડા છે. જે હાઇવે થી 30 કિલોમીટર અંતરે આવેલું છે. આ ગામ પાછળ એક લોકવાયકા છે કે જેમાં ગામની રક્ષા ભૈરવ દાદા કરે છે અને આજથી દશકા પહેલા આ ગામના વડીલો દ્વારા ભૈરવ દાદા ને પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ આ ગામની રક્ષા કરે અને બાદમાં બારણા અને દરવાજાઓ કઢાવી નાખ્યા હતા.
આ ગામને લઈને ખૂબ જ રસપ્રદ વાતો છુપાયેલી છે, ત્યારે ગામ પોતાની એવી પરંપરા ધરાવે છે કે ઘરમાં બારણા દરવાજા રાખતા નથી ને રાજકોટમાં આવેલું આ સાતડા ગામ કે જ્યાં કોળી સમાજના લોકો નો વસવાટ વધુ છે.ગામમાં કુલ 300 મકાનો છે જેમાં 1800 જેટલી વસ્તી ધરાવતું એક અનોખું ગામ કે ગામના લોકો ભૈરવદાદા પર શ્રદ્ધા રાખે છે.
હજુ પણ એવો જ ઇતિહાસ છે કે જે કોઈ મકાન બનાવે તો પહેલાથી જ બારણા નખાવતા નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ આ ગામમાં એકવાર ચોરી થઈ હતી પરંતુ ચોરનું હૃદય પરિવર્તન થવાથી તેઓ ચોરેલો માલ પણ પાછો આપી ગયા હતા. તેથી તેઓ ભૈરવ દાદા પર અતૂટ શ્રદ્ધા હોય તેથી ગામના બધા જ લોકો ના ઘરના મુખ્ય દરવાજા જ નથી આવી અનેક રસપ્રદ વાતોથી ઘણીવાર વિચારો પણ આવતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રનું અનોખું ગામ સાતડા કે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment