વિશ્વભરમાં ઘણી બધી એવી પરંપરાઓ છે. જેને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થતી હોય છે અને ઘણી પરંપરાઓની તો ખૂબ જ ટીકા પણ થતી હોય છે. ત્યારે આજે અમે આપણા દેશના એક ગામની એક એવી પરંપરા વિશે વાત કરવાના છીએ. જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
હિમાચલ પ્રદેશના મણીકર્ણ ઘાટીના પીણી ગામમાં સદીઓથી ચાલતી પરંપરા અનુસાર આજે પણ અહીં મહિલાઓ કપડાં પહેરતી નથી. એટલું જ નહીં પરંતુ ગામના પુરુષો માટે પણ એક ખૂબ જ કડક પરંપરા છે. જે પરંપરા ગામના દરેક પુરુષોને ફરજિયાત પાલન કરવી પડે છે.
આ ગામની પરંપરા અનુસાર વર્ષમાં પાંચ દિવસ એવા હોય છે, જ્યારે અહીંની મહિલાઓ એક પણ કપડું પહેરી શકતી નથી અને આ જ પાંચ દિવસોમાં ગામના પુરુષો દારૂ કે નશાનું સેવન કરી શકતા નથી. દર વર્ષે શ્રાવણ મહિનાના પાંચ દિવસોમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે જો કોઈ પણ મહિલા આ પરંપરાનું પાલન નથી કરતી તો થોડાક દિવસમાં તેને ખૂબ જ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. કહેવાય છે કે આ પાંચ દિવસોમાં પતિ પત્ની પણ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી અને બંનેને એકબીજાથી ખૂબ જ દૂર રહેવાનું હોય છે.
જ્યારે આ પરંપરાનું મહિલાઓ પાંચ દિવસ માટે પાલન કરતી હોય છે. ત્યારે તેઓ પાંચ દિવસ સુધી ઘરની બહાર પણ નીકળતી નથી. આ પરંપરા પાછળ પણ કેટલીક કહાનીઓ છે. એક કહાની ની વાત કરીએ તો, એવું કહેવાય છે કે આ ગામમાં ઘણા વર્ષો પહેલા રાક્ષસોનો ખૂબ જ આંતક હતો. ત્યારે ગામમાં એક દેવ આવ્યા હતા અને તેમને રાક્ષસનો વધ કર્યો હતો અને આ ગામને રાખશો સૌથી બચાવ્યું હતું.
કહેવાય છે કે ગામમાં જ્યારે રાક્ષસો આવતા ત્યારે તેઓ સારા અંદર સુંદર વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓનું અપહરણ કરી લેતા હતા. દેવતાઓએ રાક્ષસોનું વધ કરીને સ્ત્રીઓને આમાંથી બચાવી હતી. પછી જ આ પરંપરા શરૂ થઈ ગઈ હતી. આ પાંચ દિવસોમાં પતિ પત્ની એકબીજા સાથે હસી પણ શકતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment