સુરત શહેરના કઠોર ગામમાં હજારો વર્ષો જૂનું મહાદેવનું મંદિર આવેલું છે. લોકમાન્યતા અનુસાર રામ ભગવાન દ્વારા અહીં શિવલિંગ પ્રગટ કરવામાં આવ્યો હતો અને આ શિવલિંગની વચ્ચે લીમડાનું વિશાળ ઝાડ હોવાથી આ શિવાલયને લીમડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
સાથે જ આ મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે અને એની વિશે જ આપણે વાત કરવાના છીએ.ઘણા વર્ષો પહેલા એક બ્રાહ્મણને ભગવાન સપનામાં આવીને દર્શન આપ્યા હતા અને આ દરમિયાન તાપી નદીના ઓવારા પાસે 15 ફૂટ અંદરથી શિવલિંગ પ્રગટ થયું હતું
જેથી આ બ્રાહ્મણ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન શ્રી રામ સીતા માતાજી અને લક્ષ્મણજી તથા હનુમાનજી પણ આવ્યા હતા.ભગવાન શ્રી રામ ના પિતા દશરથના શ્રાદ્ધ માટે આવ્યા હોવાથી ભગવાન રામ દ્વારા નાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી
અને પિતાજીના શ્રાદ્ધ વખતે ભગવાન રામે બેસવા માટે શલ્યા મંગાવી હતી. તેના પર પગ મુકતા ની સાથે જ અહલ્યા માતાનો ઉદ્ધાર થયો હતો. ત્યારબાદ ભગવાન રામ એ સંકટમોચન હનુમાનજી ને સીતા માતાએ વીરબાઈ માતાની સ્થાપના પણ કરી હતી.
ભગવાન રામ એ અને બ્રાહ્મણે કરેલી ની સ્થાપના વચ્ચે લીમડાનું ઝાડ છે તેથી આ તીર્થનું નામ લીમડેશ્વર મહાદેવ છે પરંતુ આ તીર્થમાં બે શિવલિંગની વચ્ચે લીમડાના વૃક્ષને કાપીને શ્રી યોગેશ્વર પાર્વતીજી તથા દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરી હરિહર ક્ષેત્ર નામ અમર કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment