આપણી સૌ જાણીએ જ છીએ કે ભગવાન શિવના મંદિરમાં શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે. પરંતુ સુરતમાં મહાદેવનું એક એવું મંદિર આવેલું છે. જ્યાં શિવલિંગ પર ક્યાંક એવી વસ્તુ ચડાવવામાં આવે છે, જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
મહાદેવનું આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે અને અહીં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. વર્ષોથી અહીં લોકો આવે છે અને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે.
આટલો જ નહીં લોકો અહીં બાધા રાખે છે અને કાનના રોગથી પીડાતા લોકોને પણ અહીં દર્શન કરવાથી મુક્તિ મળે છે. એટલા માટે વર્ષમાં એકાદશીના દિવસે લોકો અહીં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવીને પોતાની માનતા કે બાધા પૂર્ણ કરે છે.
દરરોજ અહીં મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા માટે લોકો આવે છે. અહીં આવતા ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવીને પૂજા અર્ચના કરે છે. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં જોવા મળે છે.
મિત્રો વર્ષોથી અહીં જીવતા કરચલા શિવલિંગ પર જણાવવામાં આવે છે. અહીં ચઢાવેલા તમામ કરચલાની સલામતી માટે તેમને તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયા વર્ષોથી ચાલે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment