આપણે સૌ કોઈ લોકો જાણીએ જ છીએ કે, અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. જેને લઇને ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે આજે આપણે રાજકોટમાં આવેલા પ્રભુ શ્રીરામનાયક એવા મંદિરની વાત કરવાના છીએ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોદ પણ દર્શન કરી ચૂક્યા છે. વાત કરીએ તો રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે રતનપર ગામ.
આ ગામમાં શ્રી રામચરિત માનસ મંદિર આવેલું છે. આ મંદિરમાં 11 કિલોનો એક પથ્થર 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે. અહીં પ્રભુ શ્રીરામના અને આ પથ્થરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
આ પથ્થરને લઈને મંદિરના સંચાલકોએ કહ્યું કે, લગભગ 40 વર્ષ પહેલા રામેશ્વર થી એક સંત અહીં આવ્યા હતા અને તેમને આ પથ્થર પાણીમાં મૂકી દેવાનું કહ્યું હતું. ત્યારથી અત્યાર સુધી આ પથ્થર પાણીમાં તરે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પથ્થરના દર્શન કરી ચૂક્યા છે. ઉપરાંત આ મંદિર વિશે વાત કરીએ તો મંદિર ખૂબ જ સુંદર છે દરરોજ અહીં સેકડો હરિભક્તો દર્શન માટે આવે છે. જેના કેટલાક ફોટા અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment