આજે આપણે હનુમાન દાદાના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. આ મંદિરમાં શ્રીફળનો એક મોટો પહાડ છે. અહીં મંદિરમાં વર્ષોથી શ્રીફળ પડેલા છે, પરંતુ તેમાંથી એક પણ શ્રીફળ હજુ સુધી બગડ્યું નથી. તો ચાલો જાણીએ આ ચમત્કારી હનુમાન દાદાનું મંદિર ક્યાં આવેલું છે.
આ મંદિર બનાસકાંઠાના લાખેણી જિલ્લા થી છ કિલોમીટર દૂર ગેળા ગામમાં આવેલું છે. અહીં એક શ્રીફળનો ખૂબ જ મોટો પહાડ આવેલો છે. કહેવાય છે કે, 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઈ હતી.
આજે દૂર દૂરથી શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવે છે. અહીં શ્રીફળ વધેરવામાં પણ આવે છે સાથે મંદિરમાં શ્રીફળ મૂકવામાં પણ આવે છે. અહીં એટલા બધા શ્રીફળ મુકેલા છે કે એક શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે. મંદિરમાં શ્રીફળ નો મોટો પહાડ બની ગયો એટલે મંદિરનું નામ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે.
કહેવાય છે કે આ પહાડમાં મૂકેલું કોઈ પણ શ્રીફળ કોઈ પણ વ્યક્તિ લઈ જઈ શકતું નથી. અહીં વર્ષોથી શ્રીફળ પડેલા છે પરંતુ આજ સુધીમાં એક પણ શ્રીફળ બગડ્યું નથી અને શ્રીફળની કોઈ પણ પ્રકારની દુર્ગંધ પણ આવતી નથી.
દર શનિવારના રોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. ઘણા લોકો અહીં મંદિરમાં શ્રીફળ વધેરે છે. જ્યારે ઘણા લોકો શ્રીફળ અહીં ચડાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment