દેશના અનેક વિસ્તારોમાં સારો એવો ઠંડીનો માહોલ જામ્યો છે. અમુક જગ્યાએ તો એવી ભુક્કા બોલાવતી ઠંડી પડી રહી છે કે લોકોને બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવો પડે છે. દેશમાં ઘણા એવા વિસ્તાર પણ છે જ્યાં માઇનસમાં તાપમાન જતું રહ્યું છે.
ભુક્કા બોલાવતી ઠંડી વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો હિમાચલ પ્રદેશના સુંદર પહાડમાં આવેલ કાઝા ગામનો છે. અહીં -24 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.
આ ભુક્કા બોલાવતી ઠંડી વચ્ચે એક વ્યક્તિ પોતાની હાથમાં પાણીની બોટલ લઈને બહાર ઉભેલો નજરે પડી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આંખના પલકારામાં જ પાણીની બોટલમાં રહેલું પાણી બરફ થઇ જાય છે.
પાણી બરફમાં ફેરવાય છે તેના અદભુદન નજારાના દ્રશ્યો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો unitedhimalays નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકોને તો વીડિયો પર વિશ્વાસ જ નથી થતો.
View this post on Instagram
વાયરલ થયેલો આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે ઉપરાંત 61 હજારથી પણ વધારે લોકોએ વિડિયોને લાઈક કરી છે. કહેવાય છે કે વાયરલ થયેલો આ વિડીયો ઘણા સમય પહેલાનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment