ગુજરાત રાજ્યમાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારી મંદિર આવેલા છે. ત્યારે આજે આપણે હનુમાન દાદાના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરમાં 500 વર્ષ પૌરાણિક અને ચમત્કારી હનુમાનજીનું મંદિર આવેલું છે.
મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. મિત્રો તમને જણાવી દઈએ કે અહીં બિરાજમાન ખાંડલિયા હનુમાનજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. જો સાચા મનથી અહીં હનુમાનજી પર આસ્થા રાખવામાં આવે તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
500 વર્ષ જુના આ ચમત્કારી હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીં આવતા તમામ ભક્તો હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે આ મંદિરમાં વર્ષો પહેલા ધાન ખાંડવા માટેના ખાંડલિયાની પૂજા કરવામાં આવતી હતી.
એટલા માટે અહીં બિરાજમાન હનુમાનજીને ખાંડલિયા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો દૂર દૂરથી અહીં લોકો દર્શન માટે આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે, દુષ્કાળના સમયે ધાનેરામાં ખૂબ જ મોટી જાનહાની થઈ હતી. ત્યારે વાલેર મઠના પૂર્વે મહંત ચમનપુરીજી મહારાજ ગામના લોકોને આ વ્યથા માંથી બહાર કાઢવા માટે હનુમાનજીની પૂજા કરવાનું કહ્યું હતું.
પછી ગામના લોકોએ ભેગા મળીને હનુમાનજીની પૂજા કરી હતી અને હનુમાન દાદાના આશીર્વાદથી ગામના લોકો મુશ્કેલીઓમાંથી દૂર થઈ ગયા હતા. મિત્રો જો તમે પણ બનાસકાંઠા જાવ તો એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો અને તમારી જો કોઈ મનોકામના હોય તો તે અહીં પૂરી થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment