નવસારીમાં ગઈકાલે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ઇકો કાર પર ટેન્કર પલ્ટી ખાઈ જતાં ઇકો કારમાં સવાર એક જ પરિવારના સહિત તેમના સગાસંબંધીઓ મળીને કુલ પાંચ સભ્યોના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી કરવા માટે સુરત ગયું હતું. ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. ત્યારે આજરોજ સમરોલી ગામમાં એક સાથે ચાર લોકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા.
એકસાથે ચાર અર્થીઓ ઉઠતા અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર ચીખલીના પટેલ પરિવારના ઘરે દીકરીના લગ્ન હતા. લગ્નની ખરીદીને પરિવારના લોકો ખરીદી કરવા માટે સુરત ગયા હતા. ખરીદી પૂર્ણ થયા બાદ સુરતથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.
અકસ્માતમાં દીકરીના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરા નો કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના બનતા જ પરિવારમાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટેન્કર ચાલક ની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ અકસ્માતની ઘટનામાં 50 વર્ષીય પ્રફુલભાઈ લાલુભાઇ પટેલ, 42 વર્ષીય મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ, 18 વર્ષીય શિવ પ્રફુલભાઇ પટેલ, 42 વર્ષીય મનિષાબેન મુકેશભાઈ પટેલ અને 22 વર્ષીય રોનક કાંતિભાઈ પટેલનું કરૃણ મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment