પોરબંદરના ઈશ્વરિયા ગામમાં એક આખલાનું માથું સાયકલમાં, ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો

95

પોરબંદરના(Porbandar) ઈશ્વરીયા ગામમાં(Ishwariya village) રખડતા એક આખલાનું સાયકલમાં એવી રીતે માથું ફસાયું કે આખું ગામ ધંધે લાગ્યું. આખલાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના(Kutiana taluka) ઈશ્વરીયા ગામનો છે.

અહીં એક રખડતો આખલો સાયકલની બીજી બાજુ પડેલું વસ્તુ ખાવા માટે જાય છે ત્યારે આખલાનો માથું સાયકલ ની અંદર ફસાઈ જાય છે. સાયકલ માથામાં ફસાતા જ આખલો ઉછળકૂદ કરવાનું શરૂ કરી દે છે.

પરંતુ આખલાના માથામાંથી સાયકલ નીકળતી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આટલા ના ગળા માં એવી રીતે સાયકલ ફસાઈ ગઈ છે કે ઘણા પ્રયાસો બાદ પણ સાયકલ નીકળતી નથી.

સાયકલને માથા પરથી દૂર કરવા માટે આટલો રોડ પર ઉછળકૂદ કરી રહ્યો છે. છેવટે થાકીને શાંતિથી રોડ પર બેસી જાય છે. ત્યારબાદ ગામના લોકો આખલાના માથામાંથી સાયકલ કાઢવા માટે સૌપ્રથમ તેના પગ બાંધી દે છે.

અને ત્યારબાદ મહામહેનતે ગામના લોકો આખલાના માથામાંથી સાઈકલ ને દૂર કરે છે. માથામાંથી સાયકલ નીકળી જતા આંખનો ઉભો થઈને ચાલ્યો જાય છે. ત્યારબાદ ગામના લોકો રાહતનો શ્વાસ લે છે.

આ સમગ્ર ઘટનામાં તો સાયકલ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. ઘણા લોકો આખલાનું નામ સાંભળીને જ તેનાથી દૂર જવાનો પ્રયાસ કરે છે. ત્યારે ઈશ્વરીયાના ગામના લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને મહા મહેનતે આખલાના માથા પરથી સાયકલ કાઢી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!