કોરોનાના સંક્રમણમાં આ રાજ્યના ધોરણ 9 થી 12 ની સ્કૂલ ફરી ખોલવાનો કર્યો નિર્ણય, આ નિયમનો કરવું પડશે ફરજીયાત પાલન.

Published on: 8:55 pm, Thu, 10 December 20

સમગ્ર દેશમાં સતત કોરોના કેસ વધતા છેલ્લા આઠ મહિનાથી દેશની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. તેવામાં હરિયાણા સરકારે રાજ્યમાં ફરીથી શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો.વિદ્યાર્થીઓને કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે. હરિયાણા સરકારના આદેશ મુજબ 14 ડીસેમ્બર ના રોજ ૧૦ થી ૧ વાગ્યા સુધી ખાનગી શાળાઓ ખોલવાની નિર્ણય લીધો.

14 ડિસેમ્બરે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે. ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર મહિનામાં શાળા ખુલશે. જો સારો કરજે તો વિદ્યાર્થીઓને ફરજિયાત પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને સામાન્ય ચેકઅપ કરાવો પડશે.

જો વિદ્યાર્થી શાળામાં હેલ્થ ચેકઅપ કરાવીને આવશે અને જો તે કોરોના નો રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો હશે તો તે રિપોર્ટ માન્ય ગણાશે નહિ.

તો વિદ્યાર્થીને ફરીથી પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું પડશે. હરિયાણા સરકારના એક મહત્વનો નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!