સોમનાથ મહાદેવના મંદિરમાં મુકેશ અંબાણીના નાના દીકરાએ સોનાના ઘણા બધા કળશ અને ચાંદીના વાસણ ભેટમાં આપ્યા ! જેની કિંમત આટલા કરોડ રૂપિયા થઈ…

એશિયાના સૌથી ધનિક પરિવારોમાંનો એક અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીએ જગવિખ્યાત સોમનાથ મંદિરેની મુલાકાત કરી હતી. અહીં અનંત અંબાણીએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને મહાદેવના આશીર્વાદ લીધા હતા અને તેમની પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણીના હસ્તે મંદિરમાં સોનાના કળશો અને ચાંદીના વાસણો અર્પણ કરવામાં આવ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં જ મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિર અને તિરુપતિ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. ત્યારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ સોમનાથ મંદિર ટ્રસ્ટને 1.51 કરોડ રૂપિયાનું દાન, સોનાની કળશો અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતા ચાંદીના વાસણો માટે 90 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું.

આ શુભ અવસર પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીજીમહારાજના રૂપમાં સોમનાથ મહાદેવની તસ્વીર અનંત અંબાણીને ભેટ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં અંબાણી પરિવારના આ દાનની ચર્ચા ચારે બાજુ ચાલી રહે છે.

દાન અંગે વિગતવાર વાત કરીએ તો, અંબાણી પરિવારે સોમનાથ મંદિરના નૃત્ય મંડપના શિખરને સુવર્ણ મઢતી કરવાના ચાલી રહેલા અભિયાનમાં સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં અંબાણી પરિવાર દ્વારા એકાઉન્ટ સુવર્ણ કળશો ચડાવવા માટે 61 લાખ 71 હજાર રૂપિયાનું દાન આપવામાં આવેલું હતું.

જેથી 51 કળશો તૈયાર થઈ જતા તમામ 51 ની પૂજા તેમના હસ્તે કરવામાં આવી હતી.  મહાદેવ ની વિશેષ પૂજામાં લેવાતા ચાંદીના વાસણો માટે અંબાણી પરિવાર દ્વારા 90 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. સોનાના કળશો અને ચાંદીના વાસણોનું દાન મળીને કુલ દોઢ કરોડ રૂપિયાનું દાન મહાદેવને અર્પણ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*