ઉનાળાની ઋતુમાં જાણી જોઈને 200-500 રૂપિયાનું વીજ બિલ વધારી ને પ્રજાને લૂંટવામાં આવે છેઃ ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એ જનસભામાં જનતા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે તમને જેટલા પણ વીજળી બિલ મળે છે તે મોટાભાગ ખોટી રીતે તૈયાર કરવામાં આવે છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વીજળીના બિલમાં 200 થી 500 રૂપિયાનો વધારો થાય છે. જનતાને મુદ્દાઓથી વાળવાનો અને તેમના પર લૂંટ ચલાવવાનો આ ભાજપનો મંત્ર છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે તે જેટલી મોંઘવારી વધારશે. તેને વધુ મત મળશે.

ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જનતાના પૈસા લૂંટીને આજે ખૂબ જ અમીર પાટી બની ગઈ છે અને એ જ પૈસાથી તેઓ શિવસેનાના ધારાસભ્યોને ખરીદીને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવે છે. બદલામાં જનતાને શું મળ્યું? વીજળીના ભાવમાં વધારો થયો. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે ગુજરાતમાં પણ આજે વીજળીના ભાવમાં વધારો થયો છે. ગુજરાતની જનતપ પ્રતિ યુનિટ 7 થી 8 રૂપિયા ચૂકવે છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આખા દેશમાં ગુજરાત જેટલી મોંઘી વીજળી ક્યાંય નથી. ત્યારે દિલ્હીમાં 73% લોકોનું વીજળી બિલ આજે 0 આવે છે.

ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, મફત વીજળી આપવા છતાં પણ દિલ્હી પર કોઈ પણ પ્રકારનું દેવું વધ્યું નથી. બીજી તરફ ભાજપે ગુજરાતને પોકળ કરી નાખ્યું છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે ગુજરાત રાજ્ય પર 3.50 લાખ કરોડનું દેવું છે. દર વર્ષે આ લોનમાં 30 થી 35 હજાર કરોડનો વધારો થાય છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે ગુજરાતમાં જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તે 48000 રૂપિયાનો દેવાદાર બની જાય છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, મને ડર છે કે ભાજપના કારણે આપણા દેશની હાલત પણ શ્રીલંકા જેવી ન થઈ જાય. 2014માં જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી, ત્યારે ભારત દેશ ઉપર 56 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. ત્યારે આજે ભારત દેશ ઉપર 139 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફત, મહિલાઓ માટે બસ મુસાફરી મફત, વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા મફત, દેશનું શ્રેષ્ઠ શિક્ષણ દિલ્હીમાં મફત આપવામાં આવે છે. વિવિધ સ્થળે મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવ્યા છે. જ્યાં ગરીબ લોકોની સારવાર પણ મફતમાં કરવામાં આવે છે. આ ઉપરાંત મોટી હોસ્પિટલોમાં પણ ગરીબોને મફત સારવાર મળે છે. આ ઉપરાંત બર્થડે સર્ટીફીકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, લાયસન્સ જેવી 40 થી પણ વધારે સુવિધાઓ ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવે છે. જેના કારણે દિલ્હીની જનતાને સરકારી કચેરીમાં જવું ન પડે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, દિલ્હીમાં આટલી બધી સુવિધાઓ ફ્રી આપવા આવે છે છતાં પણ અરવિંદ કેજરીવાલજી ની સરકારે કોંગ્રેસ સરકારના સમયથી ચાલી રહેલી 32800 કરોડની લોન પણ ચૂકવી દીધી છે. આજે દેશમાં દિલ્હી એક માત્ર એવું રાજ્ય છે જે નફામાં ચાલી રહ્યું છે. આની સાબિતી એના પરથી થાય છે કે, મફતમાં વસ્તુઓ આપવા થી શ્રીલંકા જેવી સ્થિતિ નહીં આવી, પરંતુ મોંઘવારી અને જનતા પર લોન લેવાના કારણે શ્રીલંકા જેવી સ્થિતિ થાય છે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે હું ગુજરાતની જનતાને એટલું જ કહેવા માગું છું કે આવનારી ચૂંટણી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપ ભૂલથી પણ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતી જશે તો ગુજરાત બરબાદ થઈ જશે અને આવનારી પેઢી આપણને માફ નહીં કરે. ઉપરાંત વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, ભાજપ ના જીતે તે માટે આપણે બધાએ સખત મહેનત કરવી પડશે. કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી પડશે નહિતર ભાજપ ગુજરાતને દેવળીયા કરી દેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*