આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામ જાહેર થઇ રહ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહાનગર પાલિકા બાદ અન્ય પાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે.
ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા ગઢમાં ફરી એક વખત કોંગ્રેસે ગાબડું પડયું છે. મળતી માહિતી અનુસાર જસદણની બેઠક શિવરાજપુર આ અને સાણથલીમાં ફરી એક વખત કોંગ્રેસે જીત મેળવી છે.
રાજકોટ અને જસદણમાં ભાજપની પરાજયને લઈને ગણગણાટ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ નો દિવસ છે. ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોટની 44 બેઠકના 162 ઉમેદવારો પરિણામની રાહ જોઇ રહ્યા છે.
મતગણતરી આજરોજ સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું છે. મળતી માહિતી મુજબ આ વખતે પુરુષોનું મતદાન 59.27 ટકા અને મહિલાઓનું મતદાન 53.02 ટકા નોંધાયુ છે.
ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 44 ઉમેદવારો, કોંગ્રેસના 44 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 44 ઉમેદવારો અને BSPના 6 ઉમેદવારો અને NCOના 1ઉમેદવાર અને 10 અપક્ષ ના ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment