ગુજરાત રાજ્યમાં રસીકરણ પહેલા કોંગ્રેસ લગાવ્યો મોટો આરોપ, કોંગ્રેસના આ આરોપથી ખળભળાટ.

180

૧૬ મી જાન્યુઆરીના રોજ કોરોના મહામારી સામે રસીકરણ નું મહાન શરૂ થવાનું છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.જીતુ પટેલે ભાજપ સરકાર ઉપર મોટો આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું કે, ભારત બાયોટેક વેક્સિન નું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી અને મોદી સરકારે ટ્રાયલ પૂર્ણ થઈ.

તે પહેલાં જ રસીકરણ ની મંજૂરી આપી દીધી છે.તેઓએ વધારેમાં કહ્યું કે સરકાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાનું જીતુ પટેલ નો આક્ષેપ છે.કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રસીકરણ મામલે સરકારની સાથે હોવાનું અને રસીકરણ મામલે રાજકારણ નહીં કરવાની વાત કરી હતી.

જ્યારે આજરોજ તેમના જ પક્ષના બીજા નેતાએ રસીકરણ ને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં અંદરોઅંદરની કોમ્યુનિકેશન નો અભાવ હશે કે પછી અંદરોઅંદર વિખવાદ છે તેવું ચર્ચાએ જોર પકડયું છે.રસીકરણ મામલે કોંગ્રેસની બે પક્ષી નીતિ જોવા મળી રહેશે.

રસીકરણ મામલે સરકારી ડોક્ટરોને ગુજરાતમાં રસીકરણના નોડલ ઓફિસર ડો. પંડ્યા નું કહેવું છે કે, પોલિયો ની રસી શોધાતા વર્ષો વીત્યા હતા પરંતુ કોરોના ની રસી ફટાફટ શોધી લેવામાં આવી છે તેથી તેની આડ અસર થઈ શકે છે.

અને તેને આપ્યા બાદ પરિણામોની ખબર પડી શકે છે.એવું પણ કહી શકાય કે એક સાથે મોટા પાયે રસીકરણ નું ટ્રાયલ હશે. પરંતુ એનો મતલબ એવો થતો નથી કે કોરોના ની રસી ના ટ્રાયલ નથી લેવામાં આવ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!