ગુજરાતમાં કોરોનાની મહામારી ના કારણે રાજ્યમાં અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. પરંતુ મળતી માહિતી મુજબ કોરોના નિયમોને આધીન રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ છે.
આ ઉપરાંત ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર જનતા કરફ્યુ પણ લાગી શકે છે. આ ઉપરાંત રથયાત્રાની તૈયારી માં સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સ ની 10 કંપનીઓને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે.
હજુ રથયાત્રા નિકળશે કે નહીં તે નિર્ણય આવ્યો નથી છતા શહેરમાં ચુસ્ત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. રથયાત્રા અંગે બુધવાર અને મંગળવારના રોજ નિર્ણય લેવાઈ શકે છે.
ઉપરાંત રથયાત્રા નીકળશે તો ચુસ્ત પ્રતિબંધો સાથે કાઢવામાં આવશે. તેમજ પોલીસ ટીમ CCTV દ્વારા રથયાત્રાના રૂટ પર નજર રાખશે.
આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર બંધ કૅમેરા ને પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને અમુક લોકોને જ ગણતરી અનુસાર રથયાત્રામાં સામેલ થવા દેશે.
આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર પોલીસનું પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામાં આવી હતી. અને આ ૧૪૪મી રથયાત્રા છે રથયાત્રાને લઈને અમદાવાદ વાસીઓને અન્ય લોકો પણ ખૂબ જ ઉત્સાહમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment