ભેંસના નામે ભુવો ધૂળિયો..! ઢોંગી ભુવાએ પરિવારને ‘માતા મૂક્યાનો’ ડર બતાવીને તાંત્રિક વિધિના નામે 62 હજાર રૂપિયા પડાવવી લીધા… જુઓ તાંત્રિક વિધિનો વાયરલ વિડિયો…

આજના આધુનિક જમાનામાં પણ ઘણા એવા લોકો છે. જેવો અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરીને ઢોંગી ભુવાઓનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના ગાંધીનગરમાંથી સામે આવી રહી છે. ગાંધીનગરમાં એક ગામના પશુપાલકે વેચેલી ભેંસના પૈસાની તકરારમાં એક ભુવાએ સમગ્ર પરિવારને અંદર શ્રદ્ધામાં ફસાવી અને માતાજી મૂક્યાનો ડર બતાવીને અલગ અલગ પ્રકારની તાંત્રિક વિધિ કરીને 62 હજાર રૂપિયા રોકડા અને તેમજ સોનાના પગારખા લઈને રફુચક્કર થઈ ગયા હતા.

હાલમાં સોશિયલ મીડિયા પર ભુવાઓએ પશુપાલકના ઘરે કરેલી તાંત્રિક વિધિ નો એક વિડિયો પણ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો ગાંધીનગરના એક ગામમાં સંયુક્ત કુટુંબમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારના એક ભાઈએ થોડા દિવસો પહેલા પોતાની એક ભેંસ અન્ય ગામમાં રહેતા ભુવાને 60,000 માં વહેંચી હતી.

ભુવાએ પૈસા ન આપ્યા તેથી ભેંસ વેચનાર ભાઈ પૈસાની માંગણી કરતો હતો. ત્યારે ગુસ્સામાં ભરાયેલા ભુવાએ કહ્યું કે તમારે ત્યાંથી લઈ ગયેલી ભેંસ મૃત્યુ પામી છે. હવે શાના પૈસા આપવાના તેવો જવાબ ભુવાએ આપ્યો હતો. ત્યારબાદ ઢોંગી ભુવો પરિવારના ગામમાં પહોંચ્યો હતો અને ત્યાં જઈને એવા આક્ષેપ કર્યા હતા કે મેં પરિવાર ઉપર માતા મુકાવી છે.

આ વાતની જાણ પરિવારજનોને થતા તેમને ભુવાને ફોન કરીને વાતનો અંત લાવવા માટે બોલાવ્યા હતા. ત્યારે ભુવાએ પરિવારના સભ્યોને કહ્યું હતું કે મારી માતા ને પાછી વાળવી હોય તો તમારે દંડ આપવો પડશે અને દંડના સ્વરૂપે 51,000 રોકડા તેમજ સોનાનું જૂતું આપવું પડશે. તો જ મારી માતા હું પાછી લઈ જઈશ તેવી વાત પુઆએ પરિવારજનોને કરી હતી.

અને પરિવારના સભ્યોને બેવડાવતા કહ્યું હતું કે જો મારી વાત નહીં માનો તો પરિવારના કોઈ એક સભ્યોનો જીવ ચાલ્યો જશે. ભુવાએ અંધશ્રદ્ધા ના નામે પરિવારના સભ્યોને ખૂબ જ ડર આવ્યા હતા. પછી પરિવારના સભ્યોએ ભુવાને કહ્યું કે તારી બધી શરત અમે માનીએ છીએ અમને આ પ્રશ્નમાંથી મુક્ત કર. પરિવાર અંધશ્રદ્ધાના નામે ડરી જતા એક મહિના પછી ભુવો તેના સાથીદારોને લઈને પરિવારના ગામમાં આવ્યો હતો.

પછી બળજબરીપૂર્વક પરિવારના ઘરમાં બેસીને તાંત્રિક વિધિના નામે 62000 તેમની પાસેથી પડાવ્યા હતા. જેમાં માતા પાછા વાળવાના 51 હજાર રૂપિયા અને સોનાના જુદા પેટે 11 હજાર રૂપિયા પરિવારના સભ્યોએ ભુવાને આપ્યા હતા. ભુવાએ કરી લે એક વિધિનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*