ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આજથી શાળાઓમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજથી ધોરણ 3 થી 8 ના વિધાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઇ છે.22 માર્ચ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરાશે અને ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રશ્નપત્ર સમાન રહેશે.
કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા શરૂ કરવામાં આવી છે જે આજ રોજથી શરૂ થઇ છે.જે રીતે કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે તે જોતાં ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ લંબાવવાની પૂરેપૂરી શક્યતા છે.
આજરોજ જ્યારે કર્ફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 31 માર્ચ સુધી લંબાઈ તેવી પૂરેપૂરી શક્યતા છે. દિવાળી બાદ કોરોના કેસમાં સતત વધારો થયો છે.
અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પ્રચારમાં બેદરકારીના કારણે કોરોના કેસો વધ્યા છે અને આ ઉપરાંત ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં પણ કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી જેના કારણે કોરોના કેસો વધી શકે છે.
વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,77,802 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,00,635 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
અને રાજ્યમાં ગઈ કાલે ફૂલ 57,914 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે સુરત કોર્પોરેશન માં 217, અમદાવાદ કોર્પોરેશન 163, વડોદરા કોર્પોરેશન 95, રાજકોટ કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 25 કેસ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment