ગુજરાતમાં વાઇરસ ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. એક સમયે દૈનિક 14 હજારથી વધુ કેસ અને 180 થી વધુ લોકોના મૃત્યુના અહેવાલ સામે આવતા હતા. જોકે હાલમાં વાયરસનું સંક્રમણ ઓછું થતાં થોડી રાહત મળે છે.
મહામારીની આ ઘાતકી લહેરમાં કોઈકે પિતા ગુમાવ્યા કે કોઈએ પોતાની માતા ગુમાવી, કોઇકે માતા-પિતા બન્ને ગુમાવ્યા તો કોઈકે પોતાના બાળકો ગુમાવ્યા છે. ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
ઘરનો મોભી માણસ મૃત્યુ પામે તો તમે ઘરને આર્થિક સ્થિતિને કલ્પી શકો છો. ગુજરાત ની રૂપાણી સરકારે આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં મહામારી વચ્ચે અનાથ નિરાધાર થયેલા બાળકો ને લઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાયરસના સંક્રમણની માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ના કલાકાર થયેલા બાળકોને રાજ્ય સરકાર માસિક 4 હજાર રૂપિયાની સહાય આપશે.
અને આ સહાય બાળક 18 વર્ષ નું થાઈ ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે અંતર્ગત આવા અનાથ બાળકોને માસિક 5000 રૂપિયા આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment